આહીર મેરામ ભગત દાના ભગત
સંત શ્રી મેરામ ભગત એ કાળના મહાપુરુષ હતા તેમની જાતી મછોયા આહીર હતી સૌરાષ્ટ્રની અન્ય જાતીની અપેક્ષાએ આહીર જાતી પુરાતન છે આહીર વ્રજમાથી આવેલા અને સોરઠ ના જુદા જુદા ભાગોમા રહેવા લાગ્યા.
મેરામ ભગત નો દરેડ નામે ગામે સંવત જન્મ ૧૮૬૧ માં થયો હતો પિતાનુ નામ દાનો માતાનુ નામ રાણબાઇ તેમના માતાપિતા સત્સંગી હતા ભજન-કિર્તન મા જતા ત્યારે મેરામ ભગત ને સાથે લઈ જતા ૧૮૭૧મા તેમના પિતાનુ અવસાન થયુ મેરામ ની ઊમર દસ વર્ષ ની પંદર વર્ષ ની ઉમર થતા માતાએ જીવીબાઇ સાથે લગ્ન કરી દિધા વહવારૂ આણુ વાળી ઘરે આવ્યા બે વર્ષ પછી મેરામ ના ઘરે પારણુ બંધાયુ રાણબાઇ દાદી બન્યા, મેરામ બાપ ક્યા સુધી આમ ટકીશ વહુ બીચારા એકલા ક્યા સુધી કામ કરછે ને ભજન-કિર્તન ઘરના કામ કરતા થાય ને તુ ઘર બાળીને ક્યા સુધી તીર્થ કરીશ ભક્તી કરવાની ના નથી દિકારાને કિધુ
મેરામ ભગત કહે માડી ઘર બાળે એજ તીરથ કરી શકે છે જેણે જેણે જગન્નાથ ને મેળવ્યા છે તેણે તેણે ત્યાગીને મેળવ્યા છે ત્યાગવૃતી વિનાનો માનવી માનવી નથી રાક્ષસ છે સંતો એમ કહે છે, વરસાદ પાણીનો ત્યાગ ન કરે તો? વૃક્ષો પાકાપાનનો ત્યાગ ના કરેતો? ફળ બીજનો ત્યાગ ન કરેતો ? ધનવાનો ધનનો ત્યાગ ન કરેતો? તો વિશ્વનો વ્યવહાર ચાલેજ નહી મારે તમારી પેઠે ઘરના કામ નહી થાય છતા મુકી નાશી જવાનો નથી ભેખ પેરી બીજાને બોજારૂપ થવાનો નથી મારી ખેતી એવી હશે કે
રામકી ચિડયા રામકા ખેત
ખાલો ચિડયા ભર ભર પેટ
ત્યારબાદ એક વર્ષ પછી રાણબાઇ ભગત ના લોકમા ગયા ઘરમા મેરામ ભગત જીવીબાઇ અને ત્રણ બાળકો રહ્યા.એક દિવસ જીવીબાઇ બોલ્યા ભગત ઘોઘા સમડી થી સુથારના સમાચાર ઉપર સમાચાર આવે છે, ગાડુ લઈ આવોને શિરામણ કરતા ભગત ને ક્હ્યુ મને એ વાતનો ખ્યાલ છે, ભંડારી પણ નાણાનો મેળ જામતો નથી, વદાડતો ક્યારનો થઈ ગયો, કેટલા રૂપીયાનો વદાડ થયો છે?, પંચાસી ૮૫ રૂપીયામાં હરતુ ફરતુ ગાડુ રાખ્યુ છે. લ્યો પચ્ચીસ કોઈ મોટી રકમ નથી, કાલે શેઠને ત્યાથી લાવ્યા એ પૈસા પડ્યા હશે. ગાડુ લેવા ભગત ઊભો મોલ ચોપડે મુકી પૈસા લાયા હતા, એ જીવીબાઇ ને ખબર હતી એટલે યાદી કરી ભંડારી એ રૂપીયાતો સાંજે એક જમાત પાદર ઉતરી હતી, તેમણે રબારીનો ઉંટ વેચાતો રાખી લીધો બાવાજી પાસે પૈસા હતા નહી, રબારી જેમતેમ બોલતો હતો એ સહન ન થતા એ રુપીયા રબારીને આપી દિધા.
તમે કેવા છો મૌસમ આવી ખેડુત ના દિકરાને ગાડા વગર હાલે કાંઇ તમે જુનુ ગાડુ વેચ્યુ તાણે મને ખબર હતી, ભગત નવુ ગાડુ નહી લઈ શકે જુનુ ગાડુ પણ સાધુઓની રસોઈ ના પૈસા ચુકવવા વેચવુ પડ્યુ, મને છોકારાને માજનવાડે મુકી આવો તમે પછી નિરાંતે ભક્તિ કરજો ભુખના દુખ હવે સહન થતા નથી હશે ભંડારી મારો નાથ ઉપરથી બધુ જોતો હશે તેને આપવાની વેળા દેખાશે ત્યારે આપશે, કરેલુ કાઈ જાતુ નથી ભગતે નવુ ગાડુ ઘોઘોસમડી નાખ્યુ હતુ, ગાડુ તૈયાર હતુ પણ ભગત ની પાસે પંચાસી રૂપીયા નતા, આવે ને ઉડી જાય મેરામ ભગત વ્યવહાર ભુલતા પણ પરામાર્થ કદિ ન ભુલતા, સુથારે લગભગ દશેક વાર સમાચાર મોકલ્યા, અંતે સુથાર બીજા ગ્રાહકને ગાડુ વેચવા તૈયાર થયો તેવામા એક દિવસ, મેરામ ભગત રૂપીયા લઈ ને આવ્યા ગાડાનો હિસાબ પતાવી દશમે દિવસે હાકી જઇશ આમ કહી ગાડુ મુકી જતા રહ્યા, દશના પંદર દિવસ થયા રામજી સુથાર થાક્યો ફરી ગાડાને લઈ જવા સમાચાર મોકલ્યા, ઉપરા ઉપર સમાચાર અને ભંડારીના કકળાટથી કંટાળી ભગતે જેમતેમ રૂપીયા ભેગા કરી ઘોઘોસમડી ગયા.
આવો આવો ભગત સારૂ કર્યુ આવ્યા તો ખરા સાંકડી દુકાન માલનો ભરાવો તમે લઈ જાવ પછી બીજાનો આદર થાઇ એટલે વારે ઘડીયે સમાચાર મોકલતો હતો, પણ રામજી પૈસાનો મેળ બાજતો ન હતો એટલે મોડુ થયુ માંડ ભેળા થયા એટલે આવ્યો, ભક્તો નુ એમજ ગાડુ રડે રામજી મિસ્ત્રી ને નવાઇ લાગી ભગત મારી મશકરી નથી કરતાને, પૈસા તો આવી ગયા છે આજ મેરામ ભગત બહુ આનંદ મા લાગો છો કેમ આમ પુછવુ પડે છે, ભગત બોલ્યા રૂપીયા તો પંદર દિવસ પહેલા આવી ગયા છે, સામેજ ખાટલો નાખ્યો હતો આ એરણ પર વગાડી દિધા છે, ફરી પૈસાની વાત કાઢી એટલે પુછપરછ કરી કા તમે ભુલકણા હશો એવી ભુલ થાયજ નહી આજ મશકરી કરવાનુ મન થઇ આવ્યુ દેખાઈ આવે છે. ભગત વિચારે ચડયા મારી પાસે પૈસાજ નહતા પછી પંદર દિવસ પેલાની વાત શી? મિસ્ત્રી મારી મશકરી કરતો હશે અરે રામજી મે ખરેખર કોઈ સાથે રૂપીયા મોકલ્યા નથી, તેમ હુ પણ આપવા આવ્યો નથી, તમે મશકરી કરતા હોયતો જુદી વાત છે. અથવા કોઈ બીજાના ગાડાના આવ્યા હોય એવુ બને અરે નારે બાપે ઇ શુ બોલ્યા મે જાતેજ લીધા છે અને ચોપડે ટેકાવ્યા છે, જુઓ એમ કહી જુની ચોપડી કાઢી જુઓ આ મહાવદી દશમને મંગળવાર હસ્તે ભગત મેરામ દાના રૂપીયા ૮૫ પંચાસી.
ભગત ની આંખો છલકાઈ ગઈ આસુનો પ્રવાહ હાલતો થયો મેરામ ભગત નુ પરિવર્તન જોતા રામજી સુથાર આભો બની ગયો ભગતને ભાવસમાધી આવી ગઈ, જ્યા બેઠા છે ત્યાજ ઢળી પડ્યા. ભગત ભગત એમ વારંવાર બોલતો સુથાર ભગત ને ઢંઢોળવા લાગ્યો એક કલાક આમજ ગયો બીજા લોકો પણ આયા હવા નાખવા લાગ્યા ભગત ને શુદ્ધીમા લાવવા રામજી મિસ્ત્રી ભાવસમાધીથી જાગી ભગત બોલ્યા. તમે ભાગ્યશાળી છો ઠાકર તમારે ઘરે આવ્યા તમને રૂપીયા આપી મારા જેવા કંગાળનુ કામ કાનજી કરી ગયા. હુતો આવ્યો જ નથી વ્રજવાસી આવી ગયો અને ગરીબ આહીર ને ગાડાવાળો કરી ગયો, આમ બોલતા ફરી રડી પડ્યા. મેરામ ભગત ના પૈસા ઠાકર આપી ગયાની વાત ગામમાં ફેલાણી ગામ ભગત ના દર્શન કરવા ઉમટયુ..
અલ્યા રામજી શુ માંડીને બેઠો શુ? પાના શેઠ આવતાજ ગાજ્યા માળા પરચાની વાતો ફેલાવી ફંડની રમત રમી કમાઇ ખાવાનો ઢોંગ આદર્યો ગામતો ગાંડુ છે. આવો પાના કાકા ભગત તો મને પૈસા આપી ગયા છે એટલુ જાણુ છુ ભગત કે છે ઠાકર આપી ગયા ને ભગત પરભુનો પંથી. રામજી આ કળયુગ મા ભગવાન કયા નવરો છે. આમ ગાડા ના રૂપીયા ગામોગામ આપતો ફરે? કાકા તમે જૈન છો તમે અમારા સનાતન ધર્મ મા શુ સમજો, દૌલતગીરી આવતાજ બોલ્યા ભગતની ભીડ ભાંગવા ભુદર અનેક વખત આવ્યાના દાખલા છે. શેઠ બાવજીના બોલ થઈ અકળાયા ત્યા કૃપાશંકર ગામોટ વચ્ચે પડ્યા, પાના શેગીરી તમે ઉતાવળા ઠ ધીરજ રાખો શા થાવ છો મેહતાના મામેરા વખતે એક ચીથરા કટકા સારૂ જરીયન જામાનો વરસાદ ઠાકરને પ્રમાણ આપવા વરસાવવો પડ્યો હતો. એમ રામજી તને આપેલા રૂપીયા લાવ બતાવીશ હા હજુ એમના એમ પડ્યા છે ઉઠી ને ઘરમાથી નાની લાકડાની પેટી લાવ્યો કૃપાશંકરે ચાવીથી ઊઘાડી એમા રૂપીયા પડ્યા હતા એમ એક રૂપીયો સાવ સોનોનો અંદર રાધાકૃષ્ણની છાપ અને બીજી તરફ ભગત નુ નામ મેરામ દાના ચોખ્ખુ વંચાતુ હતુ. સૌને ખાત્રી થઈ ભગત ના રૂપીયા ઠાકરે ભર્યા.
આ પ્રસંગ વિક્રમ સંવત ૧૯૦૭ મા બન્યો ત્યારે ભગત ને સમાધિસ્થ થયા ૧૯૧૮ મા ને સમાધી ઊપર મંદિર ચણાવજો એવુ કહેલુ
ત્રણ પુત્ર અને એક પુત્રી સંતાનમા હતા મોટાનુ નામ માંડણ પીઠો અને વીરો દિકરીનુ નામ કુંવરબાઇ હતુ
બાબરા તાલુકાના દરેડ ગામમાં આવેલ આપામેરામ બાપાની જગ્યા
આવા સંતો આપણી સોરઠ ભુમીમા થઈ ગયા, મેરામ ભગત છેલ્લે જ્યા બેઠા હતા ત્યા આજે રામજી મંદિર છે આ સ્થાને દર અષાઢી બીજના દિવસે મેળો ભરાઈ છે સૌરાષ્ટ્ર ના એક ખુણામાં પડેલ દરેડ ગામે જગ્યા જોવા જેવી છે
સંત ધારા અને સંત મહાત્માઓ માથી
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………..ॐ………….卐