માડી તારી લીલી રે વાડીને લીલો તારો નેહડો,
લીલો રાખજે ચારણ કુળનો નેહ રે …
સરધારની સિંહમોય…આઈ તે તો બાકરને મારિયો ભરી બજારમાં
પહેલા પ્રણામ પૃથ્વી માતને,
પછી લીધા કાંઈ રવેશી રવરાઈના નામ રે
સરધારની સિંહમોય…આઈ તે તો બાકરને મારિયો ભરી બજારમાં
આપા રે ધનરાજ હિમ્મત તમે ના હારશો
વારે તારી સિંહણ જીવણી આઇનો સાથ રે
સરધારની સિંહમોય…આઈ તે તો બાકરને મારિયો ભરી બજારમાં
માડી તમે બાદશાહના ચીરીને કર્યા બે ભાગ જો
માડી (એને) ઊંધો રે પછાડી ને થાપ્યો પીર રે
સરધારની સિંહમોય…
આઈ તે તો બાકરને મારિયો ભરી બજારમાં
માડી દીકરીયું ને લાજું રાખવા વેલી આવજે
નાગદેવ કહે વિલંબ ના કરજે મોરી માત રે
સરધારની સિંહમોય…
રચના: કવિશ્રી નાગદેવ