કલાકારો અને હસ્તીઓ ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

હાલોને જાયેં સોનુંરે વીણવા

Maldhari in Gir

હાલોને જાયેં સોનુંરે વીણવા
વગડે છે છાબું વેરી રે લોલ,
ધરતીના કાપડાની લીલી અતલસ છે,
સોનલ બુટ્ટે ઘેરી રે લોલ.
લીલાં મખમલિયા આવળને પાંદડે,
પીળાં પીળાં ફૂલ જાય ઝોલે રે લોલ.
આવી અડપલું કરતો જ્યાં વાયરો,
હસી હસી મીઠડું ડોલે રે લોલ.
વગડાનાં ફૂલની વેણી બનાવીએ,
નહીં રે ખરચો કે નહીં ખોટજી રે.
આવળ ને કેરડા ને અરણી,
સરસડા દેખે આંખ્યું ને હસે હોઠજી રે લોલ.
– કવિ મીન પિયાસી

Maldhari in Girખરેખર તો કવિ મીન પિયાસી ઉર્ફે દીનકરરાય કેશવલાલ વૈધ્ય વ્યવસાયે વૈધ્ય હતા. તેમણે જંગલમાં થતા આવળના છોડને કેવી સુંદર રીતે નવાજયો છે. આપણને તો આ આવળ, કેરડાં, અરણી કે સરસડા શું છે તેનો પૂરો ખ્યાલ પણ નથી. આવળના છોડને સોનામુખી જેવાં પાંચ પાંખડીવાળાં ફૂલ થાય છે. તેને પરડા થાય છે તે પરડાને વાટીને પાણીમાં નાખી શેક કરવાથી સાધાનો દુખાવો દૂર કરે છે. બળદ થાકી જતા ત્યારે અમે આવળનાં ફૂલના લાડુ ખવડાવતા. ચામડાં રંગવામાં આવળની છાલ વપરાતી. આખી દુનિયામાં સૌરાષ્ટ્રથી નિકાસ થતી. મીન પિયાસીની કવિતામાં સરસડાંનો ઉલ્લેખ છે. સાપનું ઝેર ઉતારવા અને આંખ દુ:ખતી હોય તો સરસડાંનો લેપ કરાતો. કંઠમાળમાં સરસડાં દવાનું કામ કરતાં.

કેરડાનું અથાણું સાવ મફતમાં મળતું. કાવ્યમાં અરણીનો ઉલ્લેખ કર્યો છે. તે અરણી સંધિવાના રોગમાં દવા તરીકે કામ કરતી. અરણીનાં બે લાકડાંને ઘસીને અગ્નિ પ્રગટાવાતો અને અસલના યજ્ઞોમાં અરણીનાં કાષ્ટોથી પ્રગટ થતો અગ્નિ જ બ્રાહ્નણો યજ્ઞમાં ઉપયોગમાં લેતા. વાઘનું ઝેર અરણી ઉતારતી. મીન પિયાસીનો કાવ્યસંગ્રહ ‘‘ગુલછડી અને જુઈ’’ ખરીદીને જરૂર વાંચજો.

એ સમયના કવિ ધરતીની વનસ્પતિ અને જનાવરો સાથે કેટલા જોડાયેલા હતા, તેની જાણ થશે. આજે સૌરાષ્ટ્રના ચારણો અને બારોટોનાં નામ લખીને અમે આ દેવીપુત્રો પ્રત્યેનું ઋણ ચૂકવીશું. ચારણો ઉપર સરસ્વતીના ચારેય હાથ રહેતા. હેમુ ગઢવી, કવિ દુલા કાગ, ભીખુદાન ગઢવી, જિતુદાન ગઢવી, રામભાઈ કાગ, પ્રવીણદાન ગઢવી, મનુભાઈ ગઢવી, કવિ દાદ, તખતદાન ગઢવી, કાર્ટુનિસ્ટ દેવ ગઢવી, ભારતી કૂંચાલા, નિર્મળ ઉધાસ, પંકજ ઉધાસ, મનહર ઉધાસ અને મનોજ બારોટ આ બધાંએ સૌરાષ્ટ્ર જ નહીં પણ આખા ગુજરાતના લોકસાહિત્યને ધબકતું રાખ્યું છે.


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators