આપણા પ્રાચીન વેદકાલીન ઋષિ પરંપરાના વારસાને ચરિતાર્થ કરતી કેશવ કલીમલીહારી બાપાની આ તપોભૂમિમાં બાપુના સમય થી જે યજ્ઞ યાગાદિ કાર્યોં થતા તેᅠ આજ પર્યન્ત પણ તેમના સેવકો દ્વારા પણ જળવાયેલા છે. આ તપોભૂમિમાં ભજન, ભોજન અને હરિનામ સંકીર્તનનો ત્રિવેણી ઉત્સવ થાય છે તેનો લ્હાવો (લાભ)ᅠ આસપાસના ગામોના અનેક લોકો મેળવે છે. તેમજ આ કાર્યકમોને સફળ બનાવવા શેરગઢ અજાબ ગામના યુવાનો તેમજ ટ્રસ્ટીગણ કેટલાય દિવસો સુધી મૂક સેવા બજાવે છે.
આ આશ્રમમાં આજે પણ બાપુના સમયથીᅠ ચાલતી પરંપરા મુજબ ટ્રસ્ટ દ્વારા પુરા વર્ષ દરમિયાન હિન્દૂ ધર્મના પાવનકરી તહેવારો ઉત્સવો પ્રસંગે આપણી વૈદોક્ત પરંપરા અનુસાર બ્રાહ્મણો દ્વારા યજ્ઞકાર્યો અવિરતપણે ચાલુ છે જે બાપુની એકાંતિક ભક્તિનું પ્રમાણ ગણાય છે.
આપણી ઋષિ પરંપરાના ઉદ્ધારકᅠ પૂજય કેશવ કલિમલીહરિ બાપુ એᅠ વર્ષો સુધી આ એક સ્થળે જᅠ રહી મૌન દ્વારા સાધના સાથે અનેક દુખીયાઓ રોગીયોની સેવા કરી છે તેમજ જેᅠ આજે પણ પણ આશ્રમમાં જતા લોકો અનુભવે છે. આ સંતની પ્રેરણા થકી ટ્રસ્ટની રચના દ્વારા ૧૯૭૫માં અજાબ ગામમાં આજુબાજુના લોકોના લાભાર્થે સ્કુલ અને હોસ્પિટલની શરૂઆત થઈ હતી. જૂનાગઢના સમાજ સેવક અનેᅠઆ આશ્રમના ટ્રસ્ટી એવા નાગભાઇ વાળાના જણાવ્યા મુજબ શ્રી કેશવ કલીમલીહારી બાપા બ્રહ્મનિષ્ઠ ઉદાસીન વેરાગી બ્રહ્મતત્વ ને પામી ચૂકેલ સંતᅠ હતા પરંતુ ગીતા ઉપદેશ પ્રમાણે તેઓ ભક્તિᅠ સ્વરૂપે પંચદેવની પૂજા કરતા સાથે કૃષ્ણ ભક્તિમાં વિશેસ આસક્તᅠ રહેતા, ગીતા ઉપદેશ પ્રમાણે તેઓ તપ, ધ્યાન, દાન, યજ્ઞ ના પ્રખર હિમાયત હતી તેમજ આયુર્વેદ અને સંગીતના પ્રખર જ્ઞાની હતા, તેનાᅠ આયુર્વેદના જ્ઞાન થકિ અનેક રોગીને સાજા કર્યા હતા.
શ્રી કેશવ કલીમલીહારી બાપા તા. ૩૦/૧૧/૧૯૮૨ના રોજ બ્રહ્મલીન થતા ત્યાર બાદ તેમના સેવકગણ તેમજ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કારતક સુદી પૂનમના રોજ તેમની યાદમાં આ કેશોદ તાલુકાના અને આજુબાજુના હજારો લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર બનેલ આ આશ્રમ માં પુણ્યતિથિ ઉજવાય છે.
માહિતી સૌજન્ય : અકિલા