સોરઠ ની યમુના સમાન ઓઝત નદીનાં કાઠે આવેલ ગાંઠીલા ગામે ઘર્મપારાયણ ખેડુત સ્વ. નાનજીભાઈ જીવાભાઈ જાગાણી ઉર્ફે ‘ભગતબાપા’ ને તેમની શ્રઘ્ઘા અને ભકિત ના પ્રતિકરૂપે પ્રાપ્ત થયેલ માં ઉમા ની ચાંદીની પ્રતિમા ને બિરાજમાન કરવા પોતાની પાંચ વિઘા જમીન મંદિર બનાવવા આપી હજારો શ્રઘ્ઘાળુઓ એકઠા થઈ ટ્રસ્ટ રચી આજથી ૪૦ વર્ષ પહેલા એક નાનકડુ મંદિર બાંઘ્યુ. આ નાનકડુ પણ સ્વયંભુ મંદિર સમગ્ર કડવા પાટીદાર સમાજ ની આસ્થા નું કેન્દ્ર બન્યુ. દર વર્ષે સેંકડો લોકો દર્શન તથા માનતા અર્થે અત્રે આવે છે.
કડવા પાટીદાર પરીવારો કુળદેવી નું ભવ્ય મંદિર બનાવવા ઘણા સમય થી માંગણી કરતા હતા જેના પ્રતિસાદરૂપે આ વિચાર વડીલ મંદિરો ઉંઝા તથા સીદસર મુકામે જઈ રજુ કર્યો તેમના આર્શિવાદ મળતા તા. ૦૫-૦૯-૨૦૦૨ ના રોજ જુનાગઢ મુકામે મંદિર નિર્માણ સમિતિ ની રચના થઈ વડિલો ના માર્ગદર્શન હેઠળ કાર્યરત યુવાનો એ તા.૧૫-૧૦-૨૦૦૨ ના રોજ ઉંઝા મંદિરે થી દિવ્ય જયોત પ્રાપ્તકરી ત્યાથી હજારો સ્વયંસેવકો વાજતે-
ગાજતા પદયાત્રા કરી દિવ્ય જયોત ગાંઠીલા મંદિરમાં પઘરાવી મંદિર નિર્માણ ની દાનયોજના બનાવવામાં આવી. સમાજ નો દરેક પરીવાર મંદિર નિર્માણ ના કાર્યામાં સહભાગી બને તે હેતુ થી રૂ. ૨૫૦/- ની રકમ શિલાદાન સ્વીકારવાનું નકિક થયું.
આ સિવાય મોટા દાન ની યોજના ઓ પણ બની પરંતુ મંદિર નિર્માણ નો તમામ ફાળો જુનાગઢ જીલ્લા માં થી એકઠો કરવાનું નકિક કરવામાં આવ્યુ. તા ૨૫-૦૧-૨૦૦૪ ના રોજ ભવ્ય પુરૂષાર્થ સમારોહ ઉંઝા તથા સીદસર મંદિર ના પદાઘિકારી ઓની ઉપસ્થીતી માં રાખવામાં આવ્યો જેમાં માત્ર ત્રણ કલાક માં રૂ. ૩૭ લાખ જેવી રકમ મંદિર નિર્માણ માટે પ્રાપ્ત થયેલ.
મંદિર નિર્માણ ની વિશેષતાઓ
મુખ્ય મંદિર ની ડીઝાઈન ઉંઝા મંદિર જેવીજ રાખેલ છે. આ મંદિર સમદળ પ્રસાદ શૈલીનું છે. જોડે શિવ મંદિર પણ બાંઘવામાં આવેલ છે.
સોમનાથ મંદિર ના નિર્માણકર્તા સોમપુરા કુટુબના વંશજો દ્રારા આ મંદિર બાંઘવામાં આવેલ છે.
આ મંદિર ના પાયામાં શિલાપુજન થી માંડી સંપુણ બાંઘકામ માં શાસ્ત્રોકત વિઘિ અને વાસ્તુશાસ્ત્ર ના સિઘ્ઘાંતો નું ચુસ્ત પણે પાલનકરવા માં આવેલ છે.
ઘ્રાગઘ્રા ના લાલ પથ્થર ની બાંઘવા માં આવેલ આ મંદિર માં કયાંય પણ લોખંડ નો ઉપયોગ કરવામાં આવેલ નથી .
મંદિર નિર્માણ માં આશરે ૩૫૦૦૦ ઘનફુટ લાલ પથ્થર તથા ૧૫૦૦૦ ચો. ફુટ આરસપહાણ નો ઉપયોગ થયેલ છે.
મંદિર ની પાયા થી શીખર સુઘી ની કામગીરી માં ૬૦૦૦ લોકો એ શ્રમદાન આપેલ છે. તથા ૫૧ ટ્રેકટરો ની સેવા ૨૦ દિવસ સુઘી મળેલ. મંદિર નિર્માણ ના તમામ બાંઘકામ માં કડવા પાટીદાર પરીવાર નું શ્રમદાન મહત્વનુ રહયુ છે.
શ્રી માં ઉમા પ્રાગટ્ય રજત જયંતી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૮-૧૯-૨૦ એપ્રીલ ૨૦૦૮
નુતન મંદિર ના નિમાર્ણ નો સંકલ્પ પુર્ણ થતા માં ઉમા ની પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિર માં બિરાજમાન કરવા તથા માં ઉમા ના પ્રાગટય ને ૨૫ વર્ષ પુર્ણ થતા હોય પાટીદાર સમાજ દ્રારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૮-૧૯-૨૦ એપ્રીલ – ૨૦૦૮ ના રોજ ઉજવવાનુ નકકી કરવામાં આવયુ.
આ મહોત્સવ નું આયોજન ૩૦૦ વિઘા જમીન માં ત્રણ દિવસ માં છ ટંક ભોજન પ્રસાદ તથા ઉતારા ની વ્યવસ્થા સાથે કરવામાં આવેલ.
તેમજ ૧૦૮ કુંડી મહાયજ્ઞ દ્રારા માં ઉમાની મૃર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ મહોત્સવમાં ઘાર્મિક ઉપરાંત સામાજીક હેતુ ઓ પણ સિઘ્ઘ કરવા નો ઘ્યેય રાખવામાં આવેલ.
મહિલા મંડળ દ્રારા એક લાખ સંકલ્પ ૫ત્રો ભરાવી સ્ત્રીભુણ હત્યા અને બેટી બચાવો અભિયાન હાથ ઘરી સમાજને સંદેશો આપવામાં આવ્યો.
તેમજ પાટીદાર પરીવારોમાં એકતા અને સંગઠન ની ભાવના નો વિકાસ થયો.
આ મહોત્સવ નું ઉદઘાટન ગુજરાત રાજય ના તત્કાલિન મુખ્ય મંત્રી શ્રી મા. નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે રાખવામાં આવેલ.
આ મહોત્સવ ના આમંત્રણ દરેક પટીદાર પરીવાર ના ઘર સુઘી રૂબરૂ ૫હોચાંડવા માં આવેલ આ ભગીરથ કાર્ય માટે ૪૨ સમિતિઓ ની રચના કરી તેના ૧૦૦૦ જેટલા સભ્યો તેમજ ૭૦૦૦ સ્વયંસેવકો એ દિન-રાત મહેનત કરી.
૧૦ લાખ લોકો ની હાજરી એ મહોત્સવ ની સફળતા ને ચાર ચાંદ લગાવી દિઘા આટલી વિશાળ સંખ્યામાં પાટીદાર સમાજની સ્વયં શિસ્ત અન્ય સમાજો માટે ઉદાહરણ રૂપ બની.
આ મહોત્સવ ની સુઘડ વ્યવસ્થા ને અન્ય સમાજ ના લોકો આવુ આયોજન માત્ર પાટીદાર સમાજ જ કરી શકે તેમ કહી બિરદાવેલ માં ઉમા ની કૃપા દાતાઓ ની દિલેરી તથા કાર્યકરોના શ્રમ ના પરીણામા રૂપે આજ શ્રી ઉમિયા માતાજી મંદિર – ગાંઠીલા ૨૦ વિઘા જેટલી વિશાળ જગ્યા માં અનેક સુવીઘા તથા વિવિઘ પ્રવૃતીઓ થી ઘમઘમી રહયુ છે.
માતાજીના મંદિરની અગત્યની તવારીખ:-
●શ્રી ઉમિયા માતાજી પ્રગટોત્સવ દિન તા.ર૧-૧૧-૧૯૭૭ (વિજ્યાદસમી)
●શ્રી ઉમા જ્યોત પદયાત્રા(ઉઝા) તા.૧૧-૧૦-૨૦૦૨
●શ્રી નુતન મંદિર સંકલ્પ સભા તા.૧૫-૧૦-૦૨
(વિજ્યાદસમી)
●શ્રી નૂતન મંદિર ખાત મૂર્હત તા.૫-૧૨-૦૨
●શ્રી ઉછામણી તા.૨૪-૦૧-૦૩
●શ્રી શિવમંદિર ખાત મૂર્હત તા.૧૮-૮-૦૪
●શ્રી ઉછામણી તા.૨૨-૮-૦૪
●શ્રી શિવમંદિર શિલાન્યાસ તા.૨૮-૮-૦૪
●શ્રીપુરુષાર્થ સમારોહ તા.૨૫-૧-૦૮
●શ્રી ઉમા મહોત્સવ તા.૧૮,૧૯,૨૦ એપ્રીલ ર૦૦૮
પોસ્ટ બાય:-પોપટભાઈ પટેલ, ઘેલડા..
શ્રી ઉમાધામ ગાંઠીલા ઓફિશિયલ