ઈશરદાન ગઢવી

Ishardan Gadhvi

લોક-સાહિત્યકાર

પરિવાર : પુત્ર બ્રિજરાજ, પુત્રીઓ રન્નાબા, મીરાબા, શ્રધ્ધાબા અને માતા કંચનબા.
સન્માનિત : ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૯ પૂ.મોરારિબાપુના હસ્તે કવિકાગ એવોર્ડથી સન્માન.
શોખ : વાંચન, કુદરતી સૌંદર્ય માણવું, દરિયા-નદી કિનારે બેસી નૈસગિઁક આનંદ લૂંટવો.

ચારણી અને લોક સાહિત્યની આગવી છટાથી લોકોને મંત્રમુગ્ધ કરવા સ્વયં ભગવતી જ પોતાના કંઠમાં બિરાજમાન હોય તેમ ગઢવી પરિવારે જીવનમાં ડાયરાઓ અને જાહેર કાર્યક્રમોની હારમાળાઓ સર્જી દીધી છે. ગુજરાત અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની આગવી લોક સંસ્કૃત્તિને ધબકતી રાખવામાં ગઢવી બંધુઓનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે. ઈ.સ. ૧૯૨૯ પછી રાજદરબારોમાં રહેલા ચારણ કવિઓએ ગાંધીજીનાં બેસતા નવા યુગને પિછાણ્યો. રાજદરબારોમાં કુંઠિત એ શક્તિ જનસમુદાય વચ્ચે આવી. ભાવનગરના પિંગળશીભાઇ પાતાભાઈ નરેલા અને તેમના પુત્ર હરદાનભાઈ, પાટણાના ઠારણભાઇ મહેડુ, સનાળીના ગંગુભાઈ લીલા અને તેમના પુત્રો કાનજીભાઈ તથા મેકરણભાઇ, લીંબડીના શંકરદાનજી દેયા, પોરબંદર પંથકના છત્રાવાના મેઘાણંદજી ગઢવી અને તેમના પુત્ર મેરૂભા ગઢવી, દુલાભાઇ કાગ વગેરે પ્રતિભા સંપન્ન ચારણ કવિઓએ લોકસાહિત્યના પ્રચાર અને પ્રસારને પોતાનું જીવન ધ્યેય બનાવ્યાં.

પરંતુ આજસુધી ચારણી સાહિત્ય અને લોકસાહિત્યને જીવંત રાખવામાં ઈશરદાન ગઢવીએ ભેખધારી લીધો હોય તેમ લોકોનાં હૃદયમાં એટલું જ સ્થાન મેળવી લીધું છે. મે ૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યને સ્વતંત્રતા મળવી અને ત્રીજા જ મહિને એટલે કે પમી ઓગસ્ટે સૌરાષ્ટ્રની સંસ્કૃત્તિને ઉજાગર કરવા દિપક પ્રજજવલિત થયો મતલબ ઈશરદાન ગઢવીનો જન્મ થયો. ન્યુ એસ.એસ.સી. કરી પી.ટી.સી. સુધી શિક્ષણ લીધું.
એટલે કે શિક્ષક તરીકેના ગુણ તો ખરા જ. છતાં જેના વારસામાં મળેલી દેનથી લોક સાહિત્ય અને ચારણી સાહિત્યના વકતા બન્યા. સાથો સાથ ગાયક પણ ખરા. અનેક એવોર્ડથી નવાજિશ, રેડિયો, ટીવી જેવા પ્રસાર માધ્યમોથી ચારણી અને લોક સાહિત્ય માત્ર દેશ નહીં વિદેશમાં પણ એટલી જ ખ્યાતિ મેળવી.

જે પૈકીના કેનેડામાં નાયગ્રા ફોલ્સ પર પડતા ધોધની સાથે ચારણી છંદો અને ગીતોની રજૂઆત ઇશરદાન માટે જિંદગીની યાદગાર ક્ષણ બની ગઇ. તેઓ કહે છે કાર્યક્રમો જ મારૂં જીવન છે. કોઈપણ પરિસ્થિતીમાં સાહિત્ય સંગીત સાંભળીને મોજ માણવી એ મારા જિંદગીનો આનંદ છે.
પરંતુ વિદ્વાનોને સાંભળી અને પોતાના આગવા કંઠ, કહેણીમાં વણી લઇ લોકો સમક્ષ મૂકતા પોતાની કલા તરીકેની કારકિર્દીમાં ઓટ આવતી ગઇ. મહુવા પંથકમાં રહી જેણે લોક સંસ્કૃત્તિ ઉજાગર કરી અને સાહિત્યમાં જેની સાથે કોઇને સરખામણી ન થાય તે દુલા ભાયા કાગ પ્રેરણાની મૂર્તિ સમાન બન્યા છે. તેમ કહેતા ઈશરદાનભાઈ ઉમેરે છે કે ચારણ શૈલી અને વાર્તાના ખજાના સાથે હનુમાન ચાલીસાની આગવી ઢબની રજૂઆતે મને વિશ્વસ્તરે ખ્યાતી અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

Posted in કલાકારો અને હસ્તીઓ Tagged with:

આ પણ વાંચો...

1)    આદિકવિ નરસિંહ મહેતા 2)    ગોકુલદાસ રાયચુરા
3)    કલાપી તીર્થ સંગ્રહાલય 4)    શશિકાંત દવે
5)    સર પ્રભાશંકર પટ્ટણી 6)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત
7)    જલારામબાપાનો પરચો 8)    ભાદરવાનો ભીંડો
9)    પદ્મશ્રી દુલા ભાયા કાગ 10)    સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા
11)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 12)    કવિ શ્રી મનોજ ખંડેરિયા
13)    રમેશભાઈ ઓઝા 14)    રમેશ પારેખ
15)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 16)    કલાપી
17)    બાબુભાઇ રાણપુરાને ભાવભીની શ્રધાંજલિ 18)    હમીરજી ગોહિલની વાત
19)    મોંઘામૂલો માનવી -મેઘાણી 20)    શાહબુદ્દીન રાઠોડ
21)    લીંબડીના રાજકવી 22)    નારાયણ સ્વામી
23)    ભાવનગર મહારાજનું ત્યાગ સમર્પણ 24)    રાજવી કવિ કલાપી
25)    મનુભાઈ પંચોલી 26)    લોકસાહિત્યના રતન: ભીખુદાન ગઢવી
27)    અમરજી દિવાન 28)    દામોદર ખુશાલદાસ બોટાદકર
29)    કવિ દલપતરામ 30)    વિભુતિ ના મુખે
31)    રામ કથાકાર – મોરારીબાપુ 32)    શ્રી રતુભાઇ અદાણી
33)    અશોક દવે 34)    અમરેલી થી હોલીવુડ
35)    હાલોને જાયેં સોનુંરે વીણવા 36)    લોકસાહિત્ય એટલે?
0 comments on “ઈશરદાન ગઢવી
1 Pings/Trackbacks for "ઈશરદાન ગઢવી"
  1. […] ઇશરદાન ગઢવી ના અવાજમાં સાંભળો કળયુગ ના દેવ શ્રી હનુમાનજી ની જન્મ કથા અને રામાયણ દરમ્યાન હનુમાનજી નો વીરરસ તથા પરાક્રમો […]