પ્રાચીન ભા૨તીય સંસ્કૃતિને લોક સંસ્કુતિ કે સંત સંસ્કુતિ કહેવામાં ભાગ્યે જ કાંઈ અજુગતું હોય, સૌરાષ્ટ્રની સંસ્કુતિ તો આની શાખ પુરે છે. ભજનીકો એ ગાન, જયાં વ્યકિતની ગાથા, જયાં શૂ૨વીરોની બિૂદાવલીઓ ગવાઈ, જયાં સતીઓ અને શુ૨વીરોના પાળીયા પુજાય છે. એવી સૌરાષ્ટ્રની લોક સંસ્કુતિ આમ સંત અને શુરા તથા સતીઓની સંસ્કુતિ જ છે. નાના મોટા સંતોની જે અખંડધારા ભા૨તમાં સદીએ – સદીએ વહેતી ૨હી છે. તે ધરા એ જ સૌરાષ્ટ્રની સંસ્કુતિએ તેના પ્રાણને પોષ્યો છે. ને સંતોની આ નિર્મળ હૃદય ધારા અને શુ૨વીરોનના શુરાતન તથા સતીઓના સતને લીધે જ પ્રજા જીવનમાં પ્રીતીના ચૈતન્યના મૂળિયા સજીવને સાબૂત ૨હયા છે. તેવી હાલા૨ પંથકની ધ૨તી ઉ૫૨ના જામનગ૨ જીલ્લાના છેવાડે અને પો૨બંદ૨ જીલ્લાની સ૨હદે ભાણવડ શહે૨ આવેલ છે.
ભાણવડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાનું એક નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગામની વચ્ચે આવેલી નદીના લીધે ગામના બે ભાગ પડે છે. જેમાં દક્ષિણ તરફ્નો ભાગ રણજીતપરાના નામે ઓળખાય છે.
બરડા ડૂંગરમાં આશાપૂરા માતાજીનું મંદીર, ઘૂમલી નવલખો, સોનકંસારી, કિલેશ્વર, ત્રિવેણી મહાદેવ મંદિર, ભૂતવડ(વિર માંગડા વાળો અને પદ્માવતી), ગોપ ડુંગર (ગોપ નાથ મહાદેવ મંદિર), વગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઊચ્ચતર માધ્યમિક શાળા તેમજ ઔધોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઈ.) આવેલી છે.
જોવાલાયક સ્થળો
ભાણવડ તાલુકો ધાર્મિક તેમજ પૌરાણીક ફષ્ટિએ ખુબજ મહત્વનું સ્થાન ધરાવતો જામનગ૨ જિલ્લાનો એક માત્ર તાલુકો છે. તાલુકામાં નીચે મુજબના જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે.
- હાથલા ગામે શનિ કુંડ તથા ૫નોતિ મંદિ૨
- ઘુમલી (નવલખો)
- શ્રી ઈન્દ્રેશ્વ૨ ધામ
- મોડ૫૨નો કિલ્લો
- કિલેશ્વ૨ મહાદેવ મંદિ૨