આ જિલ્લો ભૂતપૂર્વ વડોદરા રાજયનો ભાગ બન્યો તે પહેલાની ઐતિહાસિક પૂર્વ ભૂમિકા વિષે બહુ જાજી માહિતી ઉપ્લબ્ધ છે. અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલી નરેશનું પ્રાચીન નામ અમરવલ્લી હતું.
આશરે ૧૭૩૦ માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્જો હતો. દામાજીરાવે એ તમામ પર ખંડણી નાખી. આમ મરાઠા સરદાર દામાજીરાવ ગાયકવાડે ઈ.સ.૧૭૪ર-૪૩ માં આરેલી અને લાઠી ખાતે લશ્કરી થાણા સ્થાપ્યાં. ૧૮ર૦ સુધી ગાયવાડના સ્રબા વિઠલરાવ દેવાજીનું કાઠીયાવાડ પર નિયંત્રણ રહયુ, જેઓ ગાયકવાડે મેળવેલા મુલકના પાટનગર અમરેલી ખાતે રહેતા હતા. ક્રમમાં આવતા તે પછીના સંપાદન કરેલ, અગાઉ છાભરિયા તરીકે ઓળખતા દામનગર અને છ ગામો હતા, જે લાઠીના લાખાજીએ પોતાની પુત્રીના દામાજીરાવ ગાયકવાડ સાથેના લગ્નપ્રસંગે દહેજમાં આપ્યા હતા. બાબરાના કાઠીઓ અને બીદૃઓએ લઈ લીધેલા કેટલાક ગામો પાછા મેળવીને વિઠલરાવ દેવાજીએ આમા વધારો કર્યો. આ સંપાદનથી ર૬ ગામોનો દામનગર મહાલ બન્યો. પાછળની આ મહાલ લાઠી તાલુકામાં ભેળવવામાં આવ્યો.
જિલ્લાની પુનઃરચનાની યોજના હેઠળ આ જિલ્લાને તબદીલ કરવામાં આવેલ હતો. છેલ્લા સૈકા દરમિયાન ધારીનો કિલ્લો, સરસીયાના થેબાની કાઠીના કબ્જામાં હતો. જે તેમણે રાણીંગવાલા નામના પ્રખ્યાત બહારવટીયાને મફત સોંપી દીધો. રાણીંગવાલા બહારવટા માટે બહાર ગયો હતો ત્યારે ગાકવાડે ધારી તાલુકો પોતાના પ્રદેશમાં ભેળવી દીધો. ગાયકવાડે સૌ પ્રથમ કોડિનારમાં કયારે પ્રવેશ કર્યો તે ચોકકસ નથી, પરંતુ તેનું એક થાણું મૂળ દ્વારકામાં હતું, જેના નિભાવ માટે જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી રકમ સૂપ્રત કરી દીધી હતી..
રાજ મને લાગ્યો કસુંબીનો રંગ નો રંગ લગાડનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેધાણી, લોકકલાના-લોક સાહિત્યના વારસાના ભિષ્મપિતામહ લોકકવિ પદમશ્રી દુલા ભાયા કાગ, ” રે પંખીડા સુખથી ચણજો ” કહેનાર રાજવી કવિ કલાપી, ઉડ્ઢમ કવિ હંસ, ગુજરાતના સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રી ડો. જીવરાજ મહેતા, વિધાનસભાના અઘ્યક્ષશ્રી રાધવજીભાઈ લેઉવા અને રાજયના મુખ્ય સચિવ રહી ચુકેલા શ્રી પી. કે. લહેરી, વિશ્વ વિખ્યાત જાદુગરશ્રી કે. લાલ, આધુનિક કવિ રત્ન સ્વ. રમેશ પારેખ, સંસ્કળતિ સાહિત્યના પ્રખર વિદવાન, મહામહિમ રાષ્ટ્રપતિશ્રી એ. પી. જે. અબ્દુલ કલામ દવારા સન્માનિત ડો. વસંતભાઈ પરીખ, સુપ્રસિઘ્ધ ચિત્રકારશ્રી તુફાનશા રફાઈ જેવા અનેક રત્નો જે ધરતીએ આપ્યા છે એ પાણીદાર ધરતી એટલે જ તો અમરેલી જિલ્લો.
૧૧ તાલુકાઓ ૬૧૩ ગામો, ૧ર શહેરોમાં ૯ નગર પાલિકાઓ ધરાવતો અમરેલી જિલ્લો ર૦.૪ પુર્વ થી ૧ર.૧ પુર્વ ઉતર અક્ષાંશ અને ૭૦.૩૦ થી ૭૧.૪ પુર્વ રેખાંશ પર આવેલો છે.
જિલ્લાની ર૦૦૧ ની વસતિ ગણતરી મુજબ વસતિની સમીક્ષા કરીએ તો ૭૦૧૩૮૪ પુરૂષો અને ૬૯૧૯૧૧ સ્ત્રીઓ મળી કુલ ૧૩૯૩ર૯પ ની વસતિ છે. જેમાં દર હજાર પુરૂષો દીઠ ૯૮૬ સ્ત્રીઓની સંખ્યા છે. જયારે સાક્ષરતાદર પુરૂષોમાં ૭૭.૬૮ ટકા અને સ્ત્રીઓમાં પ૭.૭૭ ટકા અને કુલ સરેરાશ સાક્ષરતા દર ૬૭.૭ર ટકા છે. અમરેલી જિલ્લાનો કુલ ભૌગાલિક વિસ્તાર ૭૩૬૩૬૬ હેકટર છે. જેમાં ૩૦૮૯૮ હેકટકરમાં જંગલ વિસ્તાર, ખેતીની જમીન પ૯૧૪ર૭ હેકટર છે. જે પૈકી ખેતી ખરેખર થાય છે તેવી જમીન પ૪૦૦૧૪ હેકટર છે. ગૌચર પ૮૩૪૬ હેકટરમાં અને ૮૬૯૩૧ હેકટર જમીન સિંચાઈ વિસ્તારની છે.
અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિત એકસરખી નથી. જિલ્લાની ઉડ્ઢરે આવેલ બાબરા તાલુકાનો વિસ્તાર નાની મોટી ટેકરીઓ ધરાવતો હોઈ, પ્રમાણમાં ઉચ્ચ વિસ્તાર છે. આ વિસ્તારને પાંચાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમરેલી જિલ્લાના મઘ્યભાગમાં આવેલ અમરેલી, લાઠી, લીલીયા, કુંકાવાવનો પ્રદેશ સપાટ છે. લીલીયા, લાઠી, અમરેલી અને સાવર કુંડલા તાલુકાનો કેટલોક વિસ્તાર ખારાપાટવાળો છે. જિલ્લાના દક્ષિણભાગના સાવરકુંડલા, ધારી, ખાંભા તથા રાજુલાનો કેટલોક પ્રદેશ ડુંગરાળ છે. જયારે દરિયાકાંઠો ધરાવતા રાજુલા, જાફરાબાદની જમીન પ્રમાણમાં ઓછી ફળદ્રુપ છે
એમ માનવામાં આવે છે કે સન ૫૩૪માં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી. ત્યાર બાદ અમલીક અને પછી અમરાવતીનાં નામો પણ આ જગ્યા માટે વપરાતાં હતાં. અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું.
વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન ૧૮૮૬માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું. અમરેલી શહેરના ભવ્ય ઇતિહાસના કેટલાક અવશેષો ગિરધરભાઈ સંગ્રહાલયમાં સચવાયેલા છે. ગોરધનભાઈ સોરઠીયાએ અમરેલીના ઇતિહાસના પુસ્તકો લખ્યાં છે.