રાજકોટ નગર આજી નદીના કાંઠે ૧૬૧૦ની સાલમાં વસ્યું એ સમાનાં ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ર૮ર ચો. સ્કવેર. માઇલ અને ૬૪ ગામો ધરાવતું રાજ હતું. ૧૭ર૦ની સાલમાં સોરઠ પ્રાંતના નાયબ ફોજદાર માસુમખાને ઠાકોર મેરામણજી બીજાને લડાઇમાં હરાવા અને રાજકોટ સર કર્યુ અને રાજકોટનું નામ માસુમાબાદ રાખવામાં આવ્યુ. ફરી પાછું ૧૭૩રમાં ઠાકોર મેરામણજીના પાટવી કુંવર રણમલજીએ પિતાનું વેર લેવા માસુમખાનને રાજકોટમાં ઠાર કર્યો અને રાજકોટ જીતી લીધું. આ વિજયની સાથે આ નગરનું નામ ફરીથી રાજકોટ રખાયું.
રાજકોટ ઈતિહાસ