ઘુમલી એ ગુજરાતના જામનગર જિલ્લામાં પોરબંદરથી ૩૫ કિમી દૂર બરડાની તળેટીમાં આવેલું એક પુરાતાત્વીક સ્થળ છે.
ઘુમલી જેઠવા વંશના રાજપુતોની રાજધાનીનું શહે૨ હતું. અહીં જેઠવા વંશના સત૨ રાજવીઓએ રાજ કરેલ છે. તેમાના ભાણ જેઠવાના નામ ૫૨થી હાલમાં તાલુકા સ્થળ જે ભાણવડ છે. તે તેના નામ ૫૨થી થયેલ છે.
પ્રાચીન સ્થળોની વાત કરીએ છીએ ને તેય ખાસ કરીને જામનગર જિલ્લામાં ત્યારે ઘુમલી યાદ આવ્યા વિના ના રહે. જામનગર જિલ્લામાં બરડા ડુંગરના વિસ્તારમાં ભાણવડ ગામ પાસે એક અત્યંત પ્રાચીન નગર અને મંદિરના ખંડેરો અતીતમાં અર્ધલુપ્તન થયેલાં જાણે નિસાસા નાખતાં પડ્યાં છે. અનેક નગરો નાશ પામ્યાં ને પાછાં પુનર્જીવિત થયાં, પણ કોણ જાણે કેમ ઘુમલી ગયું તે ગયું; ફરી વસ્યું જ નહીં. ઇતિહાસ અને પુરાતત્વ માટે હવે એ અભ્યાસનું ગણાઈને જ સંતોષ માને છે.
વૈભવી નગરનું અસ્તિત્વ
સોમનાથ કરતાં પણ પાંચસો વર્ષ નજીકનું અને મોઢેરાની અપૂર્વ સ્થાપત્ય-શિલ્પકળાની તોલે આવે તેવા ઉત્કૃષ્ટં મંદિરના અવશેષો ઘુમલીમાં છે. દોઢેક કિલોમીટર જેટલા મોટા વિસ્તારમાં વેરવિખેર પડેલા, વિવિધ શૈલીના અવશેષો પરથી તે ૯ મીથી ૧૪ સદી સુધીમાં બંધાયેલ હોવાનું જણાય છે. તેનું ઉત્કૃષ્ટવ કલાવિધાન જોતાં અહીં કોઈ વૈભવી નગરનું અસ્તિત્વ હશે એમ જણાય છે.
નવલખા મંદિર : નવલખા મંદિર અગિયારમી-બારમી સદીનાં સૌરાષ્ટ્રથના મંદિરોમાં એનાં સમૃદ્ધ અને નમૂનેદાર સ્થાપત્યને કારણે અનોખી ભાત પાડે છે. ગુજરાતભરના મંદિરોમાં સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર ૪૫.૭૨ x ૩૦.૪૮ મી.ની જગતી પર પૂર્વાભિમુખે ઊભું છે. આ વિશાળ જગતી પર ચડવા માટેનાં પગથિયાં પાસે ભવ્ય કીર્તિતોરણ હતું જે નષ્ટન થયું છે. મંદિરમાં ગર્ભગૃહ અને ફરતો છાજલીયુક્ત પ્રદક્ષિણા પથ, સમ્મુખ વિશાળ (સભા) મંડપ અને એમાં પ્રવેશવા માટે ત્રણેય દિશામાં કરેલ શ્રૃંગારચોકીઓની રચના છે. જગતીની ઊભણીમાં ચોતરફ કરેલા ગવાક્ષોમાં દિક્પાલાદિ દેવતાઓનાં શિલ્પ મૂકેલાં છે. પ્રદક્ષિણા પથમાં ત્રણે દિશાએ ઝરૂખાઓની રચના છે. મંડપની મધ્યમાં અષ્ટેકોણ સ્તંભ કરેલા છે પ્રવેશચોકીઓ પણ બે મજલાની છે. મંદિરની પીઠની ત્રણે બાજુએ મધ્યમાં બે જબરદસ્ત હાથી સૂંઢમાં સૂંઢ ભરાવીને સાઠમારી કરતા દર્શાવ્યા છે.
ઘુમલીનું નવલખા મંદિર એ સોમનાથની કદમાં કંઈક નાનું પણ કલામાં લેશમાત્ર ઊતરતું નહીં એવું ઉત્કૃષ્ટએ કલાકૃતિ સમું છે. આભપરા ઉપરનો કોટ, ત્યાંનાં તળાવો, નવલખા મંદિર, ગણેશ દેરું, રામપોળનો દરવાજો, નાનીમોટી વાવો, પાળિયા, કંસારી વાવ, કંસારી દેરાં વગેરે ઘુમલીની ઝાંખી કરાવે છે. આ સદીના આરંભમાં ગુજરાત – સૌરાષ્ટ્ર નાં શિલ્પ-સ્થાપત્યોના અવશેષોની નોંધ કરી ગયેલા વિદેશી કલાવિવેચક બર્જેસે પોતાના ગ્રંથ ‘એન્ટીક્વીટીજ ઑફ કાઠિયાવાડ‘માં તેની નોંધ લીધી ત્યાર પહેલાં કોઈને ભાગ્યે જ આની જાણ હતી. છેલ્લા ચારેક દાયકા દરમિયાન આ અંગે સારું એવું સંશોધન થયું છે અને ગ્રંથો પણ લખાયા છે.
આજે, ઘુમલી ગુજરાતનું એક મહત્ત્વ પૂર્ણ પુરાતાત્વીક સ્થળ છે. આસ્થાલે પ્રકાલિતા નવલખા મંદિર છે જેને ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર મનાય છે. આ મંદિર સોલંકી શૈલીમાં બંધાયેલું છે અને એકા બીજામાં ઘૂસેલા હાથીના ત્રણ દાંતા એ આ મંદિરનું ચિન્હ હતા. આ સાથે અહીં (પગથી) એક વાવ છે, જેને વિકાઈ વાવ કહે છે તે કાઠિયાવાડમાં સૌથી મોટી વાવ છે. અહીંના ખંડેરમાં નવલખા મંદિરની અંદર એક ગણેશં મંદિર છે. તે ઘુમલી ગણેશ તરીકે ઓળખાય છે. અને સ્થાનીય લોકો તેને રોજા પૂજા કરે છે. એકા અન્ય આકર્ષક સ્થળ છે રામપોળા દ્વાર.
સૌજન્ય: જીતેન્દ્ર રાવિયા (www.jeevanshailee.com)