સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ,
તેરા એક ગુના ક્યા કર લેગા, દિયે લાખ ગુના બક્ષીશ…
કારતક સુદ સાતમે જલારામબાપાનો જન્મ સં. 1856માં સૌરાષ્ટ્રમાં આવેલાં વીરપુર ગામે થયો હતો.. પાંચ વર્ષની ઉંમરે શાળામાં ભણવા દાખલ કરાયા. કક્કો બારાખદી શીખી લીધા બાદ તુરંત તેમણે ‘રામ નામ’ લખવાનું ચાલુ કરી દીધું હતું. આમ નાનપણથી જ તેમનાંમાં ભક્તિનાં બીજ રોપાયા હતાં. 16 વર્ષની ઉંમરે તેમનાં વીરબાઈ સાથે લગ્ન થયાં.
નાનપણથી જ ભક્તિમાં મન પરોવાયું હોવાથી તેમનું ધ્યાન વેપાર ધંધામાં લાગતું નહી. સાધુસંતોને જોતાં જ એમને ઘરે લઈ આવે અને જમાડે જે તેમનાં પિતાને ગમતું નહીં. દુકાનમાં ચઢી આવેલાં સાધુસંતોને સીધુ-સામગ્રી કાઢી આપના અને જરૂરીયાતની વસ્તુઓ કાઢી આપતાં. આ જોઈ આજુબાજુની દુકાનવાળા વાલજીભાઈને ફરીયાદ કરતાં વાલજીભાઈએ સાધુસંતોના પોટલા જોવા માંગ્યાં, પરંતુ નીડર જલારામે કહ્યું કે તેમાં છાણા અને લોટામાં પાણી છે. અને સર્વેનાં આશ્ચર્ય વચ્ચે પોટલામાંથી છાણા તેમજ લોટામાંથી પાણી નીકળ્યાં. આમ સાધુ ભક્તિ એ જ સાચી પ્રભુભક્તિ છે એ જલારામનાં મનમાં ઘર કરી ગઈ.
જલારામે જીવનમા વ્રત લીધું હતુ6 કે ભૂખ્યાને ભોજન આપવું અને પ્રભુનું ભજન કરવું. તેમનાં પત્ની પણ તેમનાં આ કાર્યમાં સાથ આપતાં. રાતનાં બાર વાગે પણ પરોણો ભૂખ્યો પાછો ન વળતો.. તેમનો સંકલ્પ હતો કે મહેનત કરી કમાવું અને રામનું નામ લઈને ભૂખ્યાંને ભોજન આપવું. તેમનો ગુરુમંત્ર એ હતો કે ‘જે દે ટુકડો તેને પ્રભુ ઢુકડો !’ તેમનાં ગુરુએ કહ્યુ હતું કે ‘દેનાર ભગવાન છે તો લેનાર પણ ભગવાન છે, આમ માની ને દીધા કરો.’ . એને ગુરુ આજ્ઞા માની જલારામે સં. 1876માં માત્ર વીસ વર્ષની ઉંમરે મહા સુદ બીજના દિવસથી વીરપુરમાં સદાવ્રતની શરૂઆત કરી અને તેમનો આશ્રમ રામધૂનથી રાતદિવસ ગૂંજવા લાગ્યો.
દિવસે દિવસે સંતસાધુ અને યાત્રાળુની સંખ્યા વધવા લાગી અને અન્ન વસ્ત્રની તાણ પડવા લાગી ત્યારે વીરબાઈએ તેમનાં દાગીના વેંચી સદાવ્રત ચાલુ રાખ્યું. આશ્રમનાં છ મહિના બાદ હરજી નામનાં દરજી એ માનતા માની કે ‘હે જલાભગત, મારા પેટનું દરદ મટી જશે તો સદાવ્રતમાં પાંચ માપ દાણા મોકલી આપીશ.’ અને તેનાં પેટનું દરદ સારું થતાં તે પાંચ માપ દાણા આપવા જલારામને આશ્રમે આપવા આવ્યો અને તેમનાં પગે પડયો ‘બાપા,, તમારી ફૃપાથી હું સારો થઈ ગયો તમે જ મારા સાચા બાપા છો તમારી માનતાથી મારું દરદ મટ્યું’ .આમ જલારામ ‘બાપા’ તરીકે ઓળખાવા લાગ્યા. જમાલે જલારામબાપાની માનતા માની અને તેનો દીકરો સારો થઈ ગયો. આ જોતાં તે બોલી ઉઠ્યો ‘જલા સો અલ્લા ! જીસકો ન દે અલ્લા, ઉસકો દે જલા’. એકવાર તો સાધુનાં રૂપે જલારામબાપાની કસોટી કરવા ખુદ પ્રભુ આવ્યાં હતાં આમ જલારામબાપાના સદાવ્રતની મહેક ફેલાઈ.
સં 1937 મહા વદ દશમે ભજન કરતાં બાપાએ દેહ છોડ્યો. આજે પણ જલારામબાપાનું નામ તેમનાં સેવાકાર્યો લીધે દેશ-વિદેશમાં ગૂંજે છે.
જય જલારામ
- સદાવ્રતના સ્વામી : જલારામ બાપા
- જલારામ બાપાનું ભજન
- જલા સો અલ્લા
- અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર
- શ્રી જલારામ બાવની