ઈતિહાસ બહારવટીયાઓ

જોગીદાસ ખુમાણની આબરૂ

Jogidas Khuman on His Manki
જોગીદાસ ખુમાણ

ભુતકાળ માં બહારવટિયા ના બહારવટાં માં દિકરી નિર્ભય હતી એનો એક પ્રસંગ

પ્રાગડ ના દોર ફુટ્યા એ સમયે એક ઘોડેસવાર સિમાડા માં ફરે છે. એ વખતે એક દિકરી રાતવાં ઢોર ચારવા આવેલી. વગડા માં સતર અઢાર વરસ ની દિકરી ને એકલી જોઈ એ ઘોડેસવાર એના પાસે ગયો. પાસે જઈ પૂંછ્યું કેઃ
‘બેટા , એકલી છો ?
”હા,બાપુ ! માવતર તો નાનપણ માં મરી ગ્યાં છે. એકલી છું
બેટા , એમ નથી કે’તો , પણ વગડા માં દુર દુર સુધી કોઈ દેખાતું નથી. તો તને તારી આબરૂ જોખમાવા ની બીક નથી લાગતી ?”

ત્યારે એ દિકરીએ કહ્યું કેઃ ”બાપુ , જોગીદાસ ખુમાંણ નું બહારવટું હાલતું હોય , તો કોની માની તાકાત છે કે બેનું દિકરીયું સામીં કુડી નજર કરે ?”

એ ઘોડેસવાર ત્યાંથી ચાલતો તો થઈ ગયો, પણ એ ઘોડેસવાર બીજું કોઈ નહી પણ બહારવટિયો જોગીદાસ ખુમાણ પોતે હતો. એણે મનોમન ભગવાન ને પ્રાર્થના કરી કેઃ’
‘હે ભગવાન, મારૂં બહારવટું પાર પડે કે ન પડે એની મને પરવા નથી. મારો ગરાસ મને પાછો મળે કે ના મળે એનીય મને ચિંતા નથી . ઈતો જીવીશ ત્યાં લગી ઝુઝીશ .
પણ પ્રભુ, મારી આબરૂ જીવું ત્યાં લગી આવી ને આવી રાખજે .


ઓઢીને કાળી કામળી ગૌધણ કન્યા ચારતી,
બરકી હતી એને બા’રવટિયે લેશ પણ થડકી ન’તી,
હું બીઉં તો બાપુ દુધ લાજે જોગીદાસ ની જણનારી નાં,
એવી વટ વચન ને શૌર્ય વાળી કોમ છે સૌરાષ્ટ્ર માં.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators