જામનગર શહેરથી આશરે ૧૨ કિલોમીટર રાજકોટ તરફ જતા ધોરીમાર્ગ ઉપર ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે. આશરે ૬૦૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ આ અભયારણ્ય તેના વૈવિધ્યસભર પક્ષીઓને કારણે સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. વિશ્વમાં આશરે ૮૬૦૦ જાતનાં પક્ષીઓ હોવાનો અંદાજ છે. જેમાં ભારતીય ઉપખંડમાં આશરે ૧૨૩૦ જાતના પક્ષીઓ અને તે પૈકી આશરે ૪૫૩ જાતના પક્ષીઓ ગુજરાતમાં જોવા મળે છે. જેમાં જામનગર જિલ્લામાં ૨૫૨ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા ખાતેના આ અભયારણ્યમાં સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન બહારથી આવતા પ્રવાસી પક્ષીઓની આશરે ૧૫૦ જાતો શિયાળો ગાળવા માટે આવતી જોવા મળે છે. જમીન પર, ઝાડ પર અને પાણીમાં તરતા આમ ત્રણે ય પ્રકારના માળા અહીં જોવા મળે છે.
સ્થાનિક પક્ષીઓ: આ અભયારણ્યમાં સ્થાનિક પ્રદેશનાં કાળી કાંકણસાર, ગજપાંઉ, કપાસી, ભગવી સમળી, ઢૉર બગલૉ, પતરંગૉ, લીલા પગ તુતવારી, તેતર, શાહી ઝુંપસ, કાંણી બગલી, દેવ ચકલી, નાની વા બગલી, નીલ જલ મુરઘૉ સહિતનાં પક્ષીઓ જૉવા મળે છે.
મહેમાન પક્ષીઓ:
આ અભયારણ્યમાં શિયાળૉ ગાળવા કાળી પુંછ ગડેરૉ, નકટૉ, કુંજ, નાની મુરઘાબી, ચેતવા, ચંચળ, પાન પટ્ટાઇ, સીંગપર, ટીલીયૉ, પીયાસણ, પટાઇ, કરકરા, દરિયાઇ કિચડીયૉ સહિતનાં પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે.
આ પણ વાંચો