ફરવા લાયક સ્થળો

ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી – જામનગર

Khijadia Bird Sanctuary Jamnagar

Khijadia Bird Sanctuary – Jamnagar

ભારત સ્વતંત્રતા મેળવે તે પૂર્વે જ, દરિયામાં પ્રવેશતા પહેલા રૂપારેલ નદીના પાણીનો સંગ્રહ કરવા માટે એક ચેક ડેમ બનાવવામાં આવ્યો હતો. તેણે અજાણતાં વરસાદનું તાજું પાણી અને સમુદ્રનું મીઠું પાણી એકઠું કરી ને આ અનોખા લેન્ડસ્કેપને જન્મ આપ્યો. આ પ્રદેશને 1981 માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

ખીજડીયા જામનગર શહેરથી માત્ર 12 કિમી દૂર આવેલું છે. એક તરફ તાજા પાણીના તળાવો અને બીજી બાજુ મીઠાના ખરા માર્શલેન્ડ્સ ધરાવતું હોવાથી આ અભયારણ્ય પક્ષી નિરીક્ષકો ( બર્ડ વોચર્સ ) માટે એક સુંદર જગ્યા છે. આ ડેમ ૬ ચોરસ કિલોમીટરના પ્રમાણમાં નાના વિસ્તારમાં આ અનન્ય વિવિધતાનું કારણ આ ડેમ અને વરસાદ દ્વારા રચાયેલ તાજા પાણીનો વિસ્તાર છે.

વૈવિધ્યપૂર્ણ ઇકોસિસ્ટમ હોવાથી અહીંયા પક્ષી નિરીક્ષકોને અનેરો આનંદ મળે છે. અહીંયા દરિયાઇ અને તાજા પાણીના રહેઠાણોની સાથે, ત્યાં કાદવ વળી જમીન, મીઠાવળી જનીનો, ખાડીઓ, જંગલી ઝાડીઓ, રેતાળ દરિયાકિનારા અને વિસ્તારની સરહદમાં આવેલા ખેતરો પણ છે.

ખીજડીયા ખાતેના આ અભયારણ્યમાં સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન બહારથી આવતા પ્રવાસી પક્ષીઓની આશરે ૧૫૦ જાતો શિયાળો ગાળવા માટે આવતી જોવા મળે છે. જમીન પર, ઝાડ પર અને પાણીમાં તરતા આમ ત્રણે ય પ્રકારના માળા અહીં જોવા મળે છે. આ ઇકોસિસ્ટમ્સ એકસાથે 220 થી વધુ જાતિના નિવાસી અને સ્થળાંતર કરનારા પક્ષીઓને આશ્રયસ્થાન પ્રદાન કરે છે. પક્ષી નિરીક્ષકો તેમના દૂરબીન વળે ડેલમેટિયન પેલિકન, એશિયન ઓપન બિલ સ્ટોર્ક, બ્લેક નેકડ સ્ટોર્ક, ડાર્ટર, બ્લેક-હેડ આઇબિસ, યુરેશિયન સ્પૂનબીલ અને ઇન્ડિયન સ્કીમર જેવા પક્ષીઓની પ્રજાતિઓ નિહાળી શકે છે અને કેમેરામાં કંડારી શકે છે. અમુક વખતે એવિયન પક્ષીના રસિકો આ દુર્લભ પક્ષીઓને મોટી સંખ્યામાં નિહાળી શકે છે. તમારા એવિયન પક્ષી જોવાની આશાને સરળ બનાવવા માટે અહીંયા વોચ ટાવર્સ, ટ્રાયલ્સ અને પેડલ બોટની સુવિધા ઉપલબ્ધ છે.


ખીજડીયા બર્ડ સેન્ચુરી નો મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઑક્ટોબર અને માર્ચની વચ્ચે અને વહેલી સવાર અથવા સૂર્યાસ્ત સમયે છે, આ જગ્યાનો આનંદ ઉઠાવવા માટે ૧ દિવસનો સમય પૂરતો છે, ખીજાળીયા વિઝીટ કરવા ગયા હોય તો આજુ બાજુ ના સ્થળો માં જામનગર શહેરમાં રહેલું રણમલ તળાવ, ભુજીયો કોઠો અને ખંભાળિયા દરવાજો અચૂક જોવા જેવા સ્થળો છે…

સ્થાનિક પક્ષીઓ: આ અભયારણ્યમાં સ્થાનિક પ્રદેશનાં કાળી કાંકણસાર, ગજપાંઉ, કપાસી, ભગવી સમળી, ઢૉર બગલૉ, પતરંગૉ, લીલા પગ તુતવારી, તેતર, શાહી ઝુંપસ, કાંણી બગલી, દેવ ચકલી, નાની વા બગલી, નીલ જલ મુરઘૉ સહિતનાં પક્ષીઓ જૉવા મળે છે.

મહેમાન પક્ષીઓ:
આ અભયારણ્યમાં શિયાળૉ ગાળવા કાળી પુંછ ગડેરૉ, નકટૉ, કુંજ, નાની મુરઘાબી, ચેતવા, ચંચળ, પાન પટ્ટાઇ, સીંગપર, ટીલીયૉ, પીયાસણ, પટાઇ, કરકરા, દરિયાઇ કિચડીયૉ સહિતનાં પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે.

આ પણ વાંચો

 

શું તમે એક સફળ પક્ષી નિરીક્ષક છો? અથવા બનવા માંગો છો?
  • શું તમે નેશનલ જિઓગ્રાફી દ્વારા પબ્લિશ કરાયેલી આ બુક વિષે જાણો છો?
    National Geographic Bird-watcher’s Bible: A Complete Treasury
  • તમારી આજુબાજુના પક્ષીઓ અને પક્ષી-નિરીક્ષણોના અનુભવો દર્શાવતી એક જીવંત કિતાબ, તમે જ્યાં જુઓ ત્યાં બધે પક્ષીઓ કેવી રીતે રહેતા હોય છે, લોકો શા માટે પક્ષી જોવાનો આનંદ માણે છે અને પ્રશંસા કરે છે, શા માટે અમુક પક્ષીઓ ખૂબ લોકપ્રિય છે, અને શા માટે પક્ષીઓ સમગ્ર ઇતિહાસમાં દરેક સંસ્કૃતિ માટે મહત્વપૂર્ણ છે?
CASON (DEVICE OF C)-Professional 8 X 40 HD Binoculars Folding Powerful Lens 8X Zoom Portable Binocular Telescope With Pouch Outdoor Binoculars For Long Distance,bird watching,wildlife For Adults(Black)

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators