મંદિરો - યાત્રા ધામ

રણુજા રામદેવપીરનુ મંદિર

Ramdev Pir

આ મંદિર કાલાવડ શહેરથી ૮ કિ.મી.દુર આવેલુ છે. જયા મંદિર આવેલ છે જગ્યામા અગાઉ જંગલ હતુ.લોકવાયકા મુજબ જેમા હીરાભાઇ નામના ભરવાડ ઘેટા બકરા દરરોજ ચરાવતા હતા. હીરાભાઇને રામદેવજી મહારાજ ઉપર અખૂટ શ્રૂઘ્ધા હતી અને ભકિતભાવ કરતા હતા. તેમને રામદેવજી મહારાજે પરચો આપેલ પરંતુ હીરાભાઇએ ભગવાન તમે મને પરચો આપેલ છે તેમ હું જાણુ છુ પણ મારો સમાજ આ વાત માનશે નહી તો સાબિતીરૂપે મને શું કરવુ તે જણાવો. રામદેવજી મહારાજે પીપર વૃક્ષનુ સુકુ ડાળખુ વાવવા જણાવેલ અને તે પીપરનુ ડાળખુ લીલુ થઇ કુંપળો ફુટશે તે સૌને બતાવજે. આ મુજબ પીપરનુ ડાળખુ લીલુ થતા ત્યાં હીરાભાઇએ નાની ડેરી બનાવી રામદેવજી મહારાજની પુજા કરવાનુ ચાલુ કર્યુ અને હીરાભાઇ માંથી હીરા ભગત કહેવાયા હાલ આ જગ્યા વીરામ વૃક્ષરૂપે ગુજરાતમા સ્થાન ધરાવે છે. અહી નવા અને જુના એમ બે મંદિર હાલમા આવેલ છે. નવા મંદિરની સ્થાપના ખુશાલભાઇ કામદારે કરેલ છે આ બંને મંદિરમા અન્નક્ષેત્ર, ગૌશાળા તેમજ ધર્મશાળા આવેલ છે.

અગત્યનો દિવસ :
ભાદરવા સુદ નોમ,દસમ,અગિયારસનો ત્રણ દિવસનો મેળો ભરાય છે

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators