(છંદ હરિગીત)
કષ્ટો વિકટ શું કહું માડી? સંકટો સંતાપતામાનેલ પોતા તણાં માંડી એહ પણ દુખ આપતાજગઝેર આ જીરવા તણું, મુજ રાંકનું ક્યા છે ગજું?મહાદુઃખ મેટણ માંત શક્તિ સદા સોનલ નેં ભજુ……૧
વિખવાદ થ્યે વહવાટમા વેવાર સૌ વણસી જતાંઘેરાય પડતાં ઘાવ ઘટડે દોખી ના દળ દુઝતાઅરિયા ઉખેડી અભે કેજે જગ્ત જો તું હો હજુંમહાદુઃખ મેટણ માંત શક્તિ સદા સોનલ નેં ભજુ…….૨
સાથે ન ચાલે કોઇ વખતે જગતમાં વૈરી ઘણા,રોકીને બેઠાં રાહ દુશ્મન મૂરત થય કર્મો તણાંતુટીય આશા સૌ જગતની એક છો આધાર તુંમહાદુઃખ મેટણ માંત શક્તિ સદા મોગલ નેં ભજુ…….૩
ધાર્યું ન થાતું અમ તણું જે માંવડી તું ધારતીસંકટ વખત માં સ્હાય સાચી નેક દુખ નિવારતીરઝળી ગયાં રણવાટમાં ઇ વાત શું કરીએ રજું !મહા દુખ મેટણ માત શક્તિ સદા સોનલ નેં ભજુ…….૪
વરણુ ન જાજા દુખ તાજા કૈંક વાંધા છે વળીશગતી વખત વ્હારે થજે અરજુ અમારી સાંભળીકહે પાર્થ જીવતો આ જગત, એક કારણ તું જ તુમહાદુઃખ મેટણ માંત શક્તિ સદા સોનલ નેં ભજુ……૫