ઊંચો ગઢ ગિરનાર
ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે, મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો.
કાયા જેની કુમળી ને છંદ એનો જાણે ત્રાડ,
શુરા અને શહીદો નિપજાવતી, મારી સોરઠ રતનની ખાણ…
સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.
રાજ રીત જતી કરી, ખડ જો સાવજ ખાય,
તો લાજે સિહણના દુધડા…, ઈને ભાવની ભોઠપ થાય
કાઠિયાવાડની કામિની, હળકતી માથે હેલ,
ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.
ધરા વિન ધાન ના નિપજે ને કૂળ વિણ માડુ ના કોઈ,
જેસલ જખરો નીપજે, જેની મા હોથલ પદમણી હોય…
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર.
વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર,
શૂરા ”બોલ્યા ના ફરે, ભલે પછીમ્મ ઉગે સૂર
બાકર બચ્ચાં લાખ લાખે બિચારા,
સિંહણ બચ્ચું એક એકે હજારાં,
અહાઢ ની કાળી વાદળીયૂ આવી ને…..
મોરલા ના ટવકા યાદ આવ્યા, હાવજ ની ડણકુ યાદ આવી ને,
બાપ આજ ગાંડી ગીર યાદ આવી..
ભલે ઊગ્યા ભાણ, ભાણ તુંહારા ભામણા,
મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…!
નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે,
ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે.
કંકુવરણાં લૂગડાં, ધોવા લઈ જાય પાણો,
પવાલા જેવડા ચૂડલા, ઈ ઝાલાવાડી જાણો.
ગગન ગજે ને મોરલા બોલે, મથે ચમકતી વીજ.
એ હાલો પંજે ક્ચ્છમેં, આવી અષાઢી બીજ…
ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે, મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો.
પાંચળ ના નોલી (તા.પાળીયાદ) ગામના શ્રીએભલ પટગીર વિ.સ.૧૯૭૮માં એજ્ન્સી સરકાર (અંગ્રેજો ) અને ગાયકવાડ સામે બહારવટે ચડેલા. આ…
ભલી ભૂમિ, ભલા માનવી, ભલે ઉગ્યા ભાણ ભારતમાં ભાળી નહિ, ભલી કાઠીયાવાડ…
ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ; અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ: આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે વિશ્વભરના…
માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે. તરવરિયા તોખાર,હઇયું ન ફાટ્યું…
નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત, ઈ તો સંત ને શૂરાના…
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ‘હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કિંપાવતી અમ કથાઓ મરેલા ના રુધિર…
ગામડે ગામડે પાળિયા જઈ જુવો, કીર્તિગાથા સુરાની સુણાવે, નામ અમર કરી સ્વર્ગ સિધાવ્યા, પાઠો સુરાતન ના સુણાવે ,…
અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી… લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો , મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો, આપી એણે…
સત ધરમને શીલતા વીર દાતારી વિખ્યાત, કાશીથી કન્યાકુમારી કાઠિયાવાડ પ્રખ્યાત.
નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત, ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ…
ખમીરવંત ઘોડાં ખરતાડે ને, પડઘમની જ્યાં થાપ પડી ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા, તારી આભે કીર્તિ ધજા અડી…