October 2, 2026

ઈતિહાસ

સૌરાષ્ટ્રનો ઈતિહાસ,

મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ કે જ્યાં વીરો નાગી તલવારુ નચાવતા હોય એ ખુમારી છે, ધરમ માટે માથડા વાઢતા તથા પોતાના માથા ઉતારનારાઓ ની ભુમી છે.. માં ભોમ અને ધરમ માટે ખપી જાનારાઓ થી અહીં નો ઈતિહાસ સાક્ષી પુરે છે. આ સંત અને સુરા ની ભૂમિ સૌરાષ્ટ્ર સોરઠ કાઠીયાવાડ છે.. એક કાઠીયાવાડી શું છે એનું વર્ણન કરવા માટે કંઈ કેટલા પાના ઓછા પડે. તમારા બધા ના રૂદિયા માં ક્યાંક દ્વારકાધીશ રેહતો હશે, તો ક્યાંક ક્યાંક ભોળિયોનાથ વસતો હશે, ક્યાંક ક્યાંક સોરઠ નો સાવજ ગરજતો હશે, ક્યાંક તો વળી ઝાલાવાડી ખુમારી, અને ક્યાંક ગિરનારી શાંતિ રમતી હશે. દોસ્તો, કાઠીયાવાડી ને મારા કરતા તમે વધારે જાણો છો. ચાલો આપણે સહુ સાથે મળી ને નાત જાત ના ભેદભાવો ભૂલીને ભારતીય હોવાનો ગર્વ લિયે, આપણી માતૃભાષાનું સંવર્ધન કરીએ..

ઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમ ની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ કાઠીયાવાડની ભૂમિ પર બનેલી છે, પણ આજની સેક્યુલર અને કોન્વેન્ટ ને ભણવાવળી પેઢી થી અજાણ છે, આ બ્લોગમાં તમે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ ની શુરવીર હસ્તીઓ, પ્રભુ ને પોતાના ઘરે આવવા મજબુર કરે તેવા સંતો, સતીઓ, શુરવીરો અને વીરાંગનાઓ વિષે માહિતી મેળવી શકશો, આ ઉપરાંત લોકગીતો, બાળ ગીતો, શૌર્ય કથાઓ, ભજનો તો ખરા જ…

 

પાંચાળ પંથક

ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર…

ઝાલાવાડ

રાજ શ્રી હરપાલદેવજી અને પરા અંબા માં શક્તિએ વિક્રમ સંવંત ૧૧૫૦માં એક રાત્રી માં 2300 ગામો ને તોરણ…

મચ્છુકાંઠો

હાલારની પૂર્વમાં વાંકાનેર અને મોરબીવાળી મચ્છુ નદીનો પ્રદેશ મચ્છુકાંઠો કહેવાય છે. એનું ક્ષેત્રફળ ૭૮૦ ચો.માઈલનું ગણાતું. મોરબી અને…

ઓખામંડળ પરગણું

ઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ…

ભાલબારું – ભાલ પરગણું

ખંભાતના કાંઠાળા ભાગને ભાલબારું કહે છે, ભાલ, નળકાંઠો, કનેર અને કાઠિયાવાડના સીમાડા એક-બીજા ને આંટીયું નાખીને ઉભા છે,…

ઝાલાવાડ પરગણું

ઝાલાવાડ પરગણું હરપાળદેવજીના વંશજ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. લોકવાણીમાં એને ઝરમારિયો ઝાલાવાડ પણ કહ છે. જૂનાં…

સોન હલામણ

અમર સોરઠી પ્રેમકથા (સોન હલામણ) મેર જાતિના સોહામણા ઘામ બરડામાં મોરાણું નામે એક ગામ છે. જૂના કાળમાં મૂળુ…

ઉખાણાં

જૂના કાળે કન્યા વરત-ઉખાણાં પૂછીને વરના બુઘ્ધિચાતુર્યની પરીક્ષા કરતી લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ થોડાં વરસોપૂર્વેની આ વાત…